તુજ ને અર્પણ
હુ અને તુ બે આમ જ અચાનક જ્યારે મળી ગયા હતા,
ત્યારે તો ખબર નહોતી કે જીવન આખાનો સાથ છે,
પણ વાતો ત્યારની મને હજી પણ યાદ છે!!
શું તે વિચાર્યુ હતુ કે જીવન આખુ બસ આવી જ મુલાકાતોનો ઘાટ છે??
કે બસ એમજ તે એ દિવસે વાતો માં તારી તે મને ઉલઝાવી રાખી'તી,
કે પછીની વધતી મુલાકાતો માં તારો પણ એટલો જ હાથ છે??
*********************************************************************************************************
ચારે તરફ અંધારુ છે, ક્યાંક ગેરસમજનુ જાળુ છે;
સંબંધોના તાણાવાણા આ જાળામાં અટવાયા છે;
કયાંક નિર્મળ પ્રેમનુ ઝરણુ છે, પણ વ્યક્ત થવા અટવાતુ છે;
ક્યાંક દુઃખ છે, તો કયાંક રહેલુ સુખ છે;
સુખ-દુઃખના આ ખાતા માં સંબંધો ને સ્થાન નથી;
મારુ મન બિચારુ પ્રેમ ભુખ્યુ કારણ વગર અટવાયુ છે,
ત્યાં જવું તો છે પણ શું કરુ ત્યાં જ તો ગેરસમજ નુ જાળુ છે!!!
*******************************************************************************************************
જીં દગીનો સામનો એ બધા જ વિઘ્નો કરતા મુશ્કેલ છે,
પરંતુ કોશિષ એ જીંદગીની સૌથી મોટી સફળતા છે.
*******************************************************************************************************
આજે મનોકામનાઓ કડડભૂસ થાય છે,
ધાર્યુ નથી થતુ એ તો આજે સમજાય છે.
વિચારોના મહેલો સંજોગો આગળ નમે છે,
જીવનમા ઉતાર-ચઢાવ મારે પણ થાય છે.
વિશ્વાસની નજર મારી ભૂલી પડી જાય છે.
ઇચ્છાઓ આજે મારી તુટી-તુટી જાય છે,
નિરાશાની અગ્નિનો દાવાનળ થાય છે,
તો પણ ક્યારેક તો થશે અજવાળુ એ એક જ આશે,
જીવન મારુ વિતિ-વિતિ જાય છે!
|